• 22 જાન્યુઆરીએ નજીકના મંદિરમાં જઈ ઉત્સવ મનાવો
  • અયોધ્યાથી પૂજન થઈને આવેલ અક્ષત આપશે
  • લોકો ઘરે-ઘરે દીવા પ્રગટાવી ઉત્સવ મનાવે

22 જાન્યુઆરીએ ઉદ્ધાટન

આજે સમગ્ર દેશ રામમયી બની ગયો છે. દેશમાં રામ નામની ધૂન સંભળાઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસોમાં જ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આજથી ફક્ત 21 દિવસ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ જશે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન અને રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠ સંપન્ન થશે. અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઘર-ઘર સંપર્ક અભિયાન

વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને એક અભિયાન શરૂ કર્યું છે. VHP એ અમદાવાદમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ એક નવી પહેલ શરૂ કરી છે. અયોધ્યાથી પૂજન થઈને આવેલા અક્ષતને ઘરે-ઘરે જઈને આપશે. VHP અયોધ્યાથી પૂજન થઈને આવેલા 5 ગ્રામ અક્ષત આપશે. VHP ઘર-ઘર સંપર્ક અભિયાન કરીને અમદાવાદના વાસણાથી પ્રારંભ કરશે. વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ઘરે-ઘરે જઈને ભગવાન શ્રીરામના ફોટા સાથેની આમંત્રણ પત્રિકાઓ વહેંચશે.

ઘરે-ઘરે દીવડા પ્રગટાવાશે

22 જાન્યુઆરી એ રામ મંદિરના ઉદ્ઘાટન અને રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દરેક પોતાના ઘરની નજીકના મંદિરમાં જઈ ઉત્સવ મનાવે એવું વિશ્વ હિન્દુ પરિષદે આયોજન કર્યું છે. જે લોકો મંદિરમાં નથી જઈ શકતા તે લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવીને રામોત્સવ મનાવશે.

શું તમે જાણો છો? રામ લલ્લાની મૂર્તિ કોણે બનાવી?

રામલલ્લાની ત્રણેય મૂર્તિઓ કર્ણાટક અને રાજસ્થાનના શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી છે, જેમાં જયપુરના કલાકાર સત્યનારાયણ પાંડે તેમજ કર્ણાટકના ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજનો સમાવેશ થાય છે.

  • Follow us on: