• વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર થી અયોધ્યા પદયાત્રા
  • 950 કિલોમીટર ચાલી યુવાનો ફિરોઝાબાદ પહોંચ્યા
  • 15 જાન્યુઆરીએ શ્રીરામ જ્યોત પદયાત્રા અયોધ્યા પહોંચશે

આજે સમગ્ર દેશ રામમયી બની ગયો છે. રામ મંદિરને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના નિર્માણને લઈને દેશભરમાં ઉત્સાહ છે, ત્યારે ગુજરાતથી અયોધ્યા સુધી શ્રીરામ જ્યોત પદયાત્રાનું આયોજન થયેલ છે.

વડનગર થી અયોધ્યા રામયાત્રા

વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરથી અયોધ્યા સુધી પવન ચૌધરી અને યુવાનોએ પદયાત્રાનું આયોજન કરેલ છે. જે ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરથી થી અયોધ્યા રામયાત્રા કરીને યુવાનો અયોધ્યા પહોંચશે. વડનગરથી અયોધ્યા 1200 કિલોમીટરની આ પદયાત્રાને "શ્રી રામ જ્યોત પદયાત્રા" નામ આપવામાં આવ્યું છે. જે ગુજરાત થી રાજસ્થાન થઈને ઉત્તરપ્રદેશ પહોંચશે.

950 કિલોમીટરની યાત્રા પૂરી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને દેશમાં જે માહોલ છે તેને લઈને ઠેર ઠેરથી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ પદયાત્રા દેશના વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના વતનથી નીકળીને અયોધ્યા પહોંચવાની છે. જેને લઈને પદયાત્રામાં જોડાયેલા યુવાનોમાં અનેરો ઉત્સાહ છે. શ્રીરામ જ્યોત પદયાત્રા વડનગરથી રાજસ્થાન થઈને ઉત્તરપ્રદેશમાં પહોંચી છે. જેમાં યુવાનોએ અત્યાર સુધી 950 કિલોમીટર ચાલીને ફિરોઝાબાદ પહોંચ્યા છે. વડનગરથી શરૂ થયેલ આ પદયાત્રા 15મી જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે.

60ની ઉંમરે પણ અનેરો ઉત્સાહ

આ અગાઉ પણ ગુજરાતના રાજકોટથી એક 62 વર્ષના કાકા સાયકલ યાત્રા કરીને અયોધ્યા પહોંચ્યા હતાં. તેવી જ રીતે, સુરત થી આધેડવયના 15 લોકો સુરત થી અયોધ્યા પદયાત્રા કરી છે. વડોદરાના એક મહંત પણ વડોદરાથી અયોધ્યા બાઈક પર અયોધ્યા યાત્રા કરી.

  • Follow us on: