• આગામી 6 ડિસેમ્બરના રોજ વડનગર ની કરશે મુલાકાત
  • વડનગર,ગુંજા અને ચાંદપુરા ગામ નજીક બની શકે છે એરપોર્ટ
  • 159 સર્વે નંબર ના કાગળો સાથે મામલતદાર ને 6 ડિસેમ્બરના રોજ હાજર રહેવા આદેશ

રાજ્યમાં ટૂંક સમયમાં વધુ એક એરપોર્ટ બની શકે છે. જેમાં વડાપ્રધાનના વતન વડનગરમાં એરપોર્ટ બનશે. મહેસાણાના વડનગરમાં નવું એક એરપોર્ટ બનાવી તૈયારી છે. આ નવા એરપોર્ટ બનાવવા માટે વડનગરમાં વિવિધ 3 જગ્યાએ ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. આ માટે 6 ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ વડનગર પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગર ખાતે એરપોર્ટ બનાવવા કામગીરી આરંભાઈ છે. એરપોર્ટ પ્રી – ફિઝીબીલીટી સ્ટડીની કામગીરી માટે ટીમ આવશે. જેમાં DILR મહેસાણા, વડનગર અને વિસનગર મામલતદારને પણ જાણ કરવામાં આવી છે.

આ માટે અધિકારીઓને સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ માટે વડનગર, ગુંજા અને ચાંદપુરમાં એરપોર્ટ માટે ત્રણ ગામના 159 સર્વે નંબરોની જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં જો નવું એરપોર્ટ તૈયાર થશે તેના માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમજ નિવાસી અધિક કલેકટર દ્વારા સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચના અને જમીન સંપાદનના અંગે પણ કાર્યવાહી તુરંત કરવા માટે જણાવવામાં આવ્યું છે.


  • Follow us on: