રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ મોટું કૌભાંડ આચર્યું. સૌરાષ્ટ્રય યુનિવર્સિટીમાં પીએચડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નકલી ક્રિકેટર સિલેકટરની ઓળખ આપી હજ્જારો રૂપિયાની છેતરપિંડી કરી. વિદ્યાર્થીએ મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટર છું તેમ કહી 5 લોકો પાસેથી 90 હજાર ખંખેરી લીધા. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ કરી. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
નકલી ક્રિકેટર સિલેકટર બની ખંખેર્યા રૂપિયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પૈસાની કમાણી કરવા આડે રસ્તે ચઢ્યો. 5 લોકોને નકલી ક્રિકેટર સિલેકટર કરી છેતરપિંડી કરનાર શખ્સનું નામ પ્રજ્ઞેશ બારહટ હોવાનું સામે આવ્યું છે. પ્રજ્ઞેશે લોકોને પોતાની ઓળખ ક્રિકેટર સિલેકટર તરીકેની આપી.પોતે મેઘાલયમાં ક્રિકેટર સિલેકટર છે તેમ કહી લોકોને પોતાની જાળમાં ફસાવ્યા. તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે અને હાલમાં તમારે ફક્ત એર ટીકીટ ભાડું આપવાનું રહેશે. આમ કહી 5 લોકો પાસેથી 90 હજાર ઉઘરાવ્યા. આ લોકોને વિશ્વાસ બેસે માટે પ્રજ્ઞેશે તેમને મેઘલાય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ પર સિલેક્શન અંગેનો ફેક નોટિફિકેશન લેટર પણ મોકલ્યો હતો. ત્યારબાદ તમારા બાળકનું સિલેકશન થઈ ગયું છે અને તાત્કાલિક એસોસિએશન જોઈન કરી શકો છો માટે તમને એર ટિકિટ મોકલીએ છીએ તેવો મેસેજ મોકલતો. ફેક નોટિફિકેશનની જેમ એર ટિકિટ પણ ફેક હતી.
નકલીની બોલબાલા યથાવત
રાજયમાં નકલીની બોલબાલા યથાવત જોવા મળી. બોગસ ટોલનાકું, બોગસ દસ્તાવેજ, બોગસ ફેકટરી, બોગસ ડોક્ટર અને હવે ક્રિકેટનો સિલેક્ટર નકલી હોવાનું સામે આવ્યું ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી કે જે ફૂટબોલનો પણ ખેલાડી છે તે પ્રજ્ઞેશ પ્રજ્ઞેશ બારહટે નકલી સિલેકટર બની 5 લોકો સાથે છેતરપિંડી કરી. નકલી સિલેક્ટર ફ્રોડ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને વેપારી મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશ્નરમાં ફરિયાદ કરી. મહેસાણામાં પણ આ શખ્સે રૂપિયા 40 લાખનું કૌભાંડ આચર્યું હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. નકલી ક્રિકેટર સિલેક્ટર બની રૂપિયા પડાવનાર ઠગબાજ વિદ્યાર્થીનો ભાંડો ફૂટતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.