અમદાવાદના બાપુનગરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો જેમાં પૂરપાટ ઝડપે અકસ્માત સર્જી નબીરો ફરાર થઈ ગયો છે,સમગ્ર ઘટનામાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે,જેમાં કાર ચાલક બેફામ રીતે કાર હંકારીને ફરાર થઈ જાય છે,તો રોડ પર ઉભેલા લોકો પણ બીકના મારે દોડધામ કરી રહ્યાં છે,આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બાપુનગરમાં કારચાલકે 3 લોકોને અડફેટે લીધા
અમદાવાદના બાપુનગરમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,જેમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો રોડ પર લોકો ઉભા હતા તે દરમિયાન કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકયા હતા,કાર ચાલકે મિત્રો સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ કાર લઈને નીકળ્યો હતો,આ અકસ્માતમાં 1 વ્યકિત ગંભીર રીતે અને અન્ય 2 વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચી હતી,કરણ નામના કાર ચાલકે સમગ્ર ઘટનામાં અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.
પૂરપાટ ઝડપે અકસ્માત સર્જી ચાલક ફરાર
સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે,કારના ચાલકને કોઈ પકડી શકે તેમ ન હતુ,તો અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે,જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે,ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે,પરંતુ મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર કેસમાં આરોપી હજી પણ પોલીસ પકડની બહાર છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.