• મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્ય વ્યાપી અભિયાન
  • રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ટ સ્પર્ધકોને પુરસ્કાર અપાશે
  • સૂર્યના પ્રથમ કિરણ સાથે ભગવાનની ઉપાસના કરવામાં આવશે

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે રાજયકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. સી. એમ. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજયકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ  મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં ત્રણ હજારથી વધુ લોકો એક સાથે સૂર્યનમસ્કાર કરશે. રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમને ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમ નોંધાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું છે. રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે.

મોઢેરા સૂર્યમંદિર ખાતે 1 જાન્યુઆરીના રોજ સવારે 7.30 કલાકે યોજાશે. જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સમારોહ દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે. જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ યોજાશે.

  • Follow us on: