સુરતમાં રાંદેર કોઝવે પરથી તાપી નદીમાં છલાંગ મારી આપઘાતનો પ્રયાસ કરનાર કિશોરીને તરવૈયાઓ એ બચાવી લીધી છે, નાની ઉંમરે પ્રેમ લગ્નમાં વિલંબ આવતો હોવાથી કિશોરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે, આજે સવારે કિશોરીએ નદીમાં છલાંગ લગાવી પરંતુ હાજર તરવૈયાઓએ તેને બચાવીને નદીમાંથી બહાર કાઢી હતી.


સ્વિમિંગ માટે જતા સભ્યોની જાગૃતતાએ કિશોરીનો જીવ બચાવ્યો

સુરતમાં સ્વિમિંગ માટે જતા સભ્યોની જાગૃતતાના કારણે એક કિશોરીનો જીવ બચ્યો છે, રોજિંદા કોઝવે પર સ્વિમિંગ માટે જતા સભ્યો સ્વિમિંગ કરી રહ્યાં હતા તે દરમિયાન એક કિશોરી નદીમાં પડે છે અને સ્વિમિંગ કરતા સભ્યોની નજર તેમની પર પડે છે અને તરત કિશોરીને બચાવી લેવામાં આવે છે, કિશોરીએ પહેલા કોઝ વે પર બે થી ત્રણ આંટા માર્યા અને ત્યારબાદ તે કૂદી તો તરત તેને બચાવી લેવામાં આવી છે. તો કિશોરીને પોલીસને સોંપવામાં આવી છે.

કિશોરીએ અગાઉ પણ આપઘાતનો કર્યો છે પ્રયાસ

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કિશોરીએ અગાઉ પણ 10 થી 12 વખત આપઘાતનો પ્રયાસ કર્યો છે, કિશોરીને પિતા નથી પરંતુ તેની માતાએ જણાવ્યું કે તેમની દીકરીએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, કિશોરીને બે નાની બહેનો છે અને પિતાના અવસાન બાદ માતા ત્રણેય બહેનોનું પાલન પોષણ કરે છે અને કિશોરીને સુરતના રાંદેર પોલીસના હવાલે કરાઈ છે.

સ્ટ્રેસ થવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે

ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.


  • Follow us on: