સુરતમાં ફરી એક વખત આપઘાતની ઘટના સામે આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સિવિલ કેમ્પસમાં આવેલી બોય્સ હોસ્ટેલમાં જ તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. 26 વર્ષીય લોકેશ દેવાંગ નામના તબીબ વિદ્યાર્થીએ આપઘાત કરતાં અનેક શંકાઓ ઉપજી રહી છે.


મૃતકને મહિલા તબીબ સાથે થયો હતો ઝઘડો

મૃતક તબીબ મૂળ બેંગ્લોરનો રહેવાસી હતો અને આજે સાંજે જ ફ્લાઈટથી બેંગ્લોર જવાની તૈયારી કરતો હતો, જો કે આ દરમિયાન તબીબ વિદ્યાર્થીએ આપઘાતનું મોટું પગલું ભર્યુ છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ તબીબ વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આપઘાત કરનારા તબીબ વિદ્યાર્થીને સાથી મહિલા તબીબ સાથે સવારે ઝઘડો થયો હતો, જે કારણે પણ તેને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલમાં ખટોદરા પોલીસને આ સમગ્ર બાબતે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: