• આચાર્ય-શિક્ષકોએ ભાનુદાદાનું પૂજન કરી આરતી ઉતારી
  • ધોરણ 8-10ના 150 વિદ્યાર્થીઓએ અનોખી ઉજવણી કરી
  • માતા-પિતાનું પૂજન, યજ્ઞ, સરસ્વતી માતાનું પૂજન કર્યું હતુ

જામનગરમાં આજે વેલેન્ટાઈન ડે અને વસંત પંચમીના દિવસે એક અનોખી ઉજવણી કરવામાં આવી છે. જામનગરના કાલાવાડ વિસ્તારમાં વસંત પંચમીની અનોખી ઉજણી કરાઈ છે. અત્યારે યુવાનો વેલેન્ટાઈન ડે ઊજવવામાં પડ્યાં છે ત્યારે રાજકોટની સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોએ માતા-પિતાનું પૂજન કર્યુ હતું.

આચાર્ય-શિક્ષકોએ ભાનુદાદાનું પૂજન કરી આરતી ઉતારી

રાજકોટની સરસ્વતી શિશુ મંદિર શાળાના બાળકોએ વેલેન્ટાઈન ડેની ઉજવણી તેમના માતા-પિતાના પૂજન દ્વારા કરી છે. સરસ્વતી શિશુ મંદિર શાળાના બાળકોએ માતા-પિતાના પૂજન સાથે યજ્ઞ, સરસ્વતી માતાનું પૂજન પણ કર્યું હતું. શાળાના બાળકોની સાથે તેમના વાલીઓએ પણ હવનમાં ભાગ લીધો હતો. આજના વેલેન્ટાઈન ડેના ખાસ દિવસે આ કાર્યક્રમમાં RSSના પ્રચારક ભાનુદાદા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ભાનુદાદાનું પૂજન કરી આરતી પણ ઉતારી હતી.

અમરેલીમાં પણ ખાસ ઉજવણી કરાઈ હતી

આ સાથે જ અમરેલી જિલ્લાના બગસરાના સ્લમ વિસ્તારમાં આવેલ શાળા નંબર 4 માં છેલ્લા 8 વરસથી વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના તમામ ખર્ચ ચંપકલાલ ખુશાલદાસ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વરસે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આજે વસંત પંચમીનો શુભ દિવસ હોવાથી પહેલાં સરસ્વતી માતાજીની આરતી કરવામાં આવી હતી અને ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શ્લોક બોલીને માતા-પિતાના પ્રથમ પગના અંગુઠાને અત્તર લગાવીને અંગુઠાને કકુંનું તિલક કરવામાં આવેલ અને માતા-પિતાને કપાળમાં તિલક કરવામાં આવ્યું હતું.

બાળકોને સારા સંસ્કાર મળે અને કુટુંબ ભાવના વધે

આ કાર્યક્રમમાં શાળાના 350 વિદ્યાર્થીઓ દ્વારા આ પૂજન કરવામાં આવલે અને કાર્યક્રમ પૂર્ણ થતાં તમામ બાળકો તેમજ તેના માતા પિતાને સાત્વિક ભોજન કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બગસરાના અગ્રણીઓ પણ જોડાયેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સારા સંસ્કાર મળે અને કુટુંબ ભાવના વધે તે માટે રાખવામાં આવેલ.

  • Follow us on: