વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં આફ્રિકન દેશ મોઝામ્બિકમાં પોરબંદરના ગુજરાતી વેપારીનું અપહરણ થયું છે.મોઝામ્બિકમાં ફાયરિંગ કરી પોરબંદરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે,પરિવારનું કહેવું છે કે 3 દિવસ વિત્યા છતા અપહરણ કરનારનો ફોન આવ્યો નથી જેના કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કોઇ પ્રકારનો સંપર્ક નહીં થતાં પરિવારમાં ચિંતાનું મોજું
પોરબંદરના મોઝામ્બિકના માપુટોમાં 16 વર્ષથી જનરલ સ્ટોર ચલાવતા યુવકનું અપહરણ થયું હોવાની વાત સામે આવી છે,જેમાં વેપારીના અપહરણના CCTV ફૂટેજ સામે આવ્યા છે,મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાનનું મોઝામ્બિકમાં ૩ દિવસ પૂર્વે ફાયરીંગ કરી અપહરણ કરાયું હતુ,૩૬ વર્ષીય વિનય સોહનભાઇ સોનેજી મોઝામ્બિકના માપુટો ખાતે રહે છે અને છેલ્લા ૧૬ વર્ષ થી ત્યાં જનરલ સ્ટોર ચલાવે છે.વિનય સોનેજીના ભાઈ જય સોનેજી એ વિદેશ મંત્રાલય ,કલેકટર,એસ.પી સાંસદ અને ધારાસભ્ય સહીત ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત.
ખંડણીની કરી માંગણી
36 વર્ષના વિનય સોહનભાઇ સોનેજીનું ત્યાંની લોકલ ગેન્ગના લૂંટારૂઓ અપહરણ કરીને લઇ ગયા છે. જેમાં વિગત એવી છે કે તા. 3-3ના રાત્રે 8.10 કલાકે પોતાની શોપબંધ કરીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક જ લૂંટારૂઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા હતા અને અંધાધૂંધ ફાયરીંગ કરી ગણતરીની સેકન્ડોમાં જ તેમનું અપહરણ કરીને તેઓ કારમાં ઉઠાવી ગયા હતા અને ખંડણીની માગણી કરી હતી.