રાજ્યભરમાં અકસ્માતના બનાવો દરરોજ સામે આવતા હોય છે. મોટા વહાન ચાલકોની બેફાન સ્પીડના કારણે નાના વહાન ચાલકોના મૃત્યું નિપજે છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર નજીક NH 48 પર અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આમલાખાડી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ટકકરે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
અકસ્માતમાં એક યુવાનનું મોત













