પાટણના ચાણસ્મા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે એક બાળકીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકોના ટોળા ઉમટ્યા હતાં.
બાળકીને સારવાર અર્થે ખસેડાઈ













