અમદાવાદ શહેરમાં ભૂતકાળના ગુનામાં જ્યારથી આરોપીઓના નામ ખૂલે છે, ત્યારથી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે અને પોલીસ તપાસ કરવા જાય ત્યારે મળી આવતા નથી. જે ઘણા સમયથી વોન્ટેડ હોય છે. જેથી અમદાવાદ શહેરમાં ભૂતકાળના ગુનાઓમાં પકડવાના બાકી નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરી, પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખી, શહેરના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.


ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપ્યો

નાસતા ફરતા આરોપીઓ પકડી પડવાની ઝુંબેશના ભાગરૂપે નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારમાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવાની ઝુંબેશના ભાગરૂપે, વટવા પોલીસ સ્ટેશનના પો.સ્ટેશનનો સ્ટાફના દ્વારા ઝુંબેશ દરમિયાન અસરકારક નોંધપાત્ર કામગીરી કરી, અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બાતમી આધારે પકડી પાડી, ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટાયરના ગોડાઉનમાં ઘરફોડ ચોરી કરી હતી

અસલાલી પોલીસ સ્ટેશન ખાતે સને 2014ની સાલમાં ટાયરના ગોડાઉનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. આ ગુનામાં આરોપીઓ દિનેશ ઘનશ્યામભાઈ ઠાકોર અને દિનેશ આનંદભાઈ સલાટ રહે. માનવનગર, વટવા, અમદાવાદને પકડી પાડી, ડિટેકટ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપી જીતેશભાઇ આનંદભાઈ સલાટનું નામ ખુલેલ હતું. જ્યારથી અસલાલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં જીતેશભાઇ આનંદભાઈ સલાટનું નામ ખૂલ્યું, ત્યારથી આ આરોપી નાસતો ફરતો હતો અને પોલીસ તપાસમાં મળી આવતો ના હતો અને ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.

આરોપીને વટવા પોલીસે ઝડપ્યો

નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની આ ખાસ ઝુંબેશ દરમિયાન અમદાવાદ પોલીસ ઝોન 06 વિસ્તારના વટવા પોલીસ સ્ટેશન દ્વારા બાતમી આધારે આરોપી જીતેશભાઇ આનંદભાઈ સલાટ ઉવ. 28 રહે. 94, માનવ નગર સોસાયટી, વટવા, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરી, અસલાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો શંકાસ્પદ માલ રાખવા બાબતે એક વખત પકડાયેલ છે. 

  • Follow us on: