અમદાવાદના અસલાલીના ભાટ ગામમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં ધિંગાણું થયું હતું. જેમાં બે જૂથો આમને સામને આવી ગયા હતાં. લાકડીઓ અને લોખંડની પાઈપથી મારીમારી કરીને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે.
બાઇક એક મહિલાને અડી જતા મામલો બિચક્યો હતો













