અમદાવાદના અસલાલીમાં સ્થિત જેતલપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરંટ લાગતા બે લોકોના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે લોખંડની સીડી ઊભી કરવા જતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને લોકોને મૃત જાહેર કર્યા હતાં.


લોખંડની સીડી ઉભી કરવા જતા લાગ્યો કરંટ

સમગ્ર ગુજરાતમાં આજે વરસાદી વાતાવરણ સર્જાયું છે. અનેક ઠેકાણે ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદના અસલાલીમાં સ્થિત જેતલપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે લોખંડની સીડી ઉભી કરવા જતાં બે લોકોને કરંટ લાગ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે બારેજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યા ફરજ પરના ડોક્ટરે બંને લોકોને મૃત જાહેર કર્યા હતાં.

નારોલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

આ ઘટનામાં બે લોકોને કરંટ લાગતા ઈજા પહોંચી હતી. તેમને પણ સારવાર માટે લઈ જવાયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: