પંજાબના મોહાલીમાં બીજી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ઓપન નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025 યોજાઈ હતી. જેમાં અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સ્કેટરની આ સ્પર્ધામાં દેશભરના 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી દીપાંશુ ગુપ્તાએ જીત હાંસલ કરી છે.
દિપાંશુ ગુપ્તાએ એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીત્યા













