અમદાવાદના ગ્રામ્યમાં બનેલ ચાંગોદરમાં સાત વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મનો પ્રયત્ન કરી મૃત્યુ નિપજાવવાના ગુનાને 14 કલાકમાં શોધી કાઢી, આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ


બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી

ગઇ તા.૦૭/૦૪/૨૦૨૫ ના રોજ મોજે રસમધુર કંપનીની જગ્યામાં પતરાની ઓરડીમાં બાવળા સરખેજ હાઇવે રોડ ચાંગોદર ખાતે મરણજનાર મુસ્કાન ડો/ઓ તાનુભાઈ જીત્રાભાઈ ગુંડીયા ઉ.વર્ષ. ૬ નાનીને કોઇ અજાણ્યા ઇસમે મરણજનાર ને શરીરે મોઢાના ભાગે તથા કમ્મરના ભાગે તથા પીઠના ભાગે ઇજાઓ પહોચાડી તથા ડાબો કાન કાપી લોહી લુહાણ કરી મોત નીપજાવેલ હોય, જે બાબતે ચાંગોદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૫૨૫૦૩૯૭/૨૦૨૫ BNS કલમ: ૧૦૩(૧) મુજબ નો ગુનો જાહેર થયો હતો.

60 પોલીસે ભેગા મળીને કામગીરી કરી

જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇ.પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી દ્રારા આખા બનાવનું મોનિટરીંગ કરી ગુનો શોધી કાઢી આરોપી ઝડપી પાડવા માટે સુચના કરેલ હતી જેના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ બનાવની જાણ થતા તાત્કાલીક બનાવ સ્થળ પર પહોચી જઇ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ, સાણંદ, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ચાંગોદર પોલીસ અને સાણંદ ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશનોના કુલ ૬૦ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ૬ ટીમો બનાવી તથા ડોગ સ્કોડ તથા એફ.એસ.એલ., ટેકનીકલ ટીમો કામે લાગી હતી.

આસપાસના લોકોની પણ કરી હતી પૂછપરછ

જેમાં બનાવ સ્થળ આજુબાજુના ૩૦ થી ૪૦ સી.સી.ટીવી કેમેરાઓ ઝીણવટપુર્વક તપાસવામાં આવેલ હતા. તેમજ નજીકમાં રહેતા ૧૦૦ થી વધારે લોકોની સથન અને ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવેલ હતી. તેમજ આજુબાજુ ની મજૂર વસાહતો, ફેક્ટરીઓ, ગોડાઉનો વિગેરે ચેક કરવામાં આવેલ હતા. તેમજ અલગ અલગ ચોકીદારો, લેબરો, કોન્ટ્રાકટરો વિગેરે પાસેથી ગુના સબંધીત માહિતીઓ એકત્ર કરવામાં આવેલ હતી. તેમજ આ વિસ્તારમાં આવતા જતા ઇસમો ની વિગતો વેરીફાઈ કરવામાં આવેલ હતી તેમજ બનાવ વાળા રૂટ પર દૈનીક અવરજવર કરતા લોકોની પુછપરછ કરવામાં આવેલ હતી.

ઈંટનો ટુકડો માથે મારીને કરી હત્યા

કનીકલ એનાલિસીસ અને હ્યુમનસોર્સ થી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જેમાં ડોગ સ્કોડની મદદથી ગુના વાળી જગ્યાની સ્મેલ આધારે ડોગ દ્વારા કેટલાક શંકાસ્પદ ઇસમોને ટ્રેક કરવામાં આવેલ હતા. જે ઇસમોની યુક્તિ પ્રયુક્તિ તેમજ ઉડાણપુર્વક પુછપરછ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં રવિન્દ્રકુમાર છોટાલાલસિંઘ મોજીસાવ ઉ.વર્ષ. ૩૦ ધંધો. મજૂરી રહે.હાલ. રસમધુર કંપનીની જગ્યામાં, પતરાની ઓરડીમાં, ચાંગોદર તા.સાણંદ જી.અમદાવાદ સુળરહે. સારસુ પુરોડીયા થાના, થાના અત્રી, જી.ગયા (બિહાર) નો પુછપરછ માં ભાંગી પડેલ અને તેઓએ ઉપરોક્ત મરણજનાર બાળકીને બિસ્કીટ આપવાનું કહી હાથ પકડી પોતાની રૂમમાં લઈ જઈ બાળકીને શારીરીક અડપલા કરી દુષ્કર્મ કરવા પ્રયત્ન કરેલ. તેમજ બાળકી બુમા બુમ કરતી હોય, માથામાં ઇંટનો ટુકડો મારી મૃત્યુ નિપજાવેલ હોય, તેવી કબુલાત આપેલ હોય, જે કબુલાતને અન્ય પુરાવાઓ દ્વારા સમર્થન મળતુ હોય, આ ગુનાને અંજામ આપનાર ઇસમને ૧૪ કલાકથી ઓછા સમયમાં ઓળખ કરી તેની અટકાયત કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

  • Follow us on: