જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઈડી હેક કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે, ઈ-મેઈલ ID હેક કરીને બેંકોને મેઈલ કરાયા હતા અને ફ્રીઝ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના મેઈલ કર્યા હોવાની વાત સામે આવી છે, ફ્રીઝ કરાયેલા બેંક ખાતામાં છે લાખો રૂપિયા અને સાયબર પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
સાયબર પોલીસના અધિકારીની આપી હતી ઓળખ
સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરી તો વાત સામે આવી કે આરોપીએ બેંકમાં પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને સમગ્ર ઘટનામાં ફ્રીઝ થયેલા રુપિયા પરત લેવા માટે આ રીતનું કામ કર્યુ હોવાની વાત સામે આવી છે. પોલીસનું ઈ-મેઈલ આઈડી હેક કરીને બેંકને રૂપિયા પરત કરવા માટે મેઈલ કર્યો અને પોલીસને આ વાતની જાણ થઈ હતી તો પોલીસે પણ તરત આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરોમા સાયબર ક્રાઈમના મહત્વના ગુનાના ભેદ ઉકેલાયા
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો–અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ
વડોદરામાં હસમન ગુપ્તાની ફરિયાદ પર, BOSIPTV અને IPTV દ્વારા ગેરકાયદે સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ, જેનાથી ભારતીય ચેનલોને આવકનું નુકસાન થયું હતું. ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.