બનાસકાંઠાના ડીસાની ઘટના બાદ ગાંધીનગરનું તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં ફટાકડાના 19 સ્થળ ભયજનક હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ વગર અને રિન્યુ કરાવ્યા વગરના એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. દહેગામ તાલુકામાં 6 અને કલોલમાં 11 એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય માણસા અને ગાંધીનગરમાં એક-એક એકમમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રએ તપાસ કરી તમામ એકમો હાલમાં બંધ કરાવ્યા છે.
ડીસા બ્લાસ્ટ કેસના આરોપીનું ભાજપ સાથે કનેક્શન













