- અમદાવાદમાં પહોંચ્યો સિરપકાંડનો રેલો
- બિલોદરામાં 5 લોકોએ ગુમાવ્યો જીવ
- કફ સિરપ કેસની તપાસનો આદેશ
ખેડાના બિલોદરા ગામમાં નશા માટે કફ સિરપ પીધા બાદ પાંચ વ્યકિતઓએ જીવ ગુમાવ્યાની ઘટનાને પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા કફ સિરપ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતા વેપારીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને આદેશ કર્યો છે.
ખેડાના કફ સિરપ કેસની તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ કર્યો છે. કફ સિરપ બોટલ પર એડ્રેસ ખોટું હોવાનું ખુલ્યુ હતું. બીજી તરફ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશીલી કફ સિરપ બનાવવા માટે વપરાતા ડ્રગ્સ સાથે એકને દબોચી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેડામાં નશીલી કફ સિરપ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ નશીલા પદાર્થ મામલે તપાસનો ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નશીલી કફ સિરપને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે.













