ગુજરાતના ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ' મારફતે ઘઉંની સીધી ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


પાકની વાવણી અંગેની એન્ટ્રી પણ જરૂરી છે

આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે ખેડૂતોનું નોંધણીથી લઈને વેચાણ સુધીનું તમામ કાર્ય ઓનલાઈન અને બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, પાકની વાવણી અંગેની એન્ટ્રી (અથવા તલાટીનો દાખલો) અને બેંક પાસબુક કે કેન્સલ ચેકની નકલ અનિવાર્ય છે.

ખેડૂતોની નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે

સફળ નોંધણી બાદ ખેડૂતોને SMS મારફતે ખરીદીની તારીખ જાણ કરવામાં આવશે, અને ત્યારબાદ ૦૪/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ દરમિયાન ખરીદી પ્રક્રિયા ચાલશે. કોઈપણ મુશ્કેલીના સંજોગોમાં ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.


આ પણ વાંચો : Mahisagar News : મહીસાગરમાં PI દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો કેસ, વિદ્યાર્થીને ન્યાય અપાવવા બે ધારાસભ્ય આપી રહ્યાં છે લડત


  • Follow us on: