અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝુંપડા વેચવામાં આવતા હતાં. હવે આ ડિમોલિશનની કામગીરી દરમિયાન 18 અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.


ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે

ચંડોળા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી પર રોક લગાવવા માટે 18 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે. આજે સવારથી જ ગેરકાયદો બાંધકામો તોડવાની શરૂઆત કરવામાં આવી છે. અરજદારોની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અરજદારોએ રજૂઆત કરી છે કે, નિયમ વિરૂદ્ધ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી. આ લોકો ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. આ વિસ્તારમાં મકાનો તોડતા પહેલા કોઈ નોટિસ અપાઈ નથી. પુન:વસનની પણ કોઈ વાત કરવામાં આવી નથી.

અત્યાર સુધીમાં 150 મકાનો તોડી પાડવામાં આવ્યાં

બીજી તરફ સમગ્ર કામગીરીની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી પહોંચવાના છે. ગૃહ રાજ્યમંત્રી ડિમોલિશનની કામગીરી નિહાળશે. હર્ષ સંઘવી ચંડોળા તળાવ ખાતે પહોંચીને સમગ્ર કામગીરીનો તાગ મેળવશે. તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 150 મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. હજી તંત્ર દ્વારા પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. 

  • Follow us on: