અમદાવાદમાં ગેસ ગળતરના કારણે 3 શ્રમિકોના મોતના મોત થયા છે. ડાઈઝ વોશિંગ પ્લાન્ટમાં ગેસ ગળતર થયો હોવાનું સામે આવ્યું છે જેમાં 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. શ્રમિકોના મોતથી પરિવારમાં શોકની લહેર જોવા મળી રહી છે.


ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

MS ક્રિએસન કંપનીમાં ગેસ ગળતર થતાં ત્યા કામ કરતા 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. ઘણા સમયથી કંપની બંધ હતી અને તે ફરી શરૂ કરવા માટે આ શ્રમિકો સાફસફાઈ કરી રહ્યા હતા. કચરાની ટાંકી સાફ કરવા જતા દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. પીરાણામાં ખ્રિસ્તી કબ્રસ્તાન પાસે આ બનાવ બન્યો છે. દાણીલીમડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

એલજી હોસ્પિટલમાં મૃતકના પરિજનોનો હોબાળો મચાવ્યો છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો છે. જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં કામદારો ઉતર્યા હતા. એમ.એસ ક્રિએશન કંપનીમાં ગેસ ગળતરથી 3ના મોત થયા હતા. સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનાં મોત થયા હતા.  

અગાઉ નારોલમાં બની હતી ગેસ ગળતરની ઘટના

શહેરમાં ગેસ ગળતરની ઘટનાઓ બનતી રહે છે જેમાં કામ કરતા નિર્દોક શ્રમિકોને પોતાનો જીવ ખોવાનો વારો છે. અગાઉ નારોલમાં ગેસ ગળતરની બનેલી ઘટના બની હતી જેમાં 3 લોકોના મોત થયા હતા. ગેસ ગળતરની ઘટના મામલે પોલીસે ફેક્ટરી માલિક વિનોદ અગ્રવાલ અને કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.




  • Follow us on: