બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે.આરોપીએ ફરિયાદી સાથે ભાગીદારીમાં પેઢી બનાવવાનાં બહાને ડોક્યુમેન્ટ મેળવી તેમા પોતાના નામના બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને નોકરી મેળવી હોવાનુ સામે આવતા ફરિયાદ નોંધાઈ હતી. મહત્વનું છે કે આરોપી સામે અગાઉ મધ્યપ્રદેશમાં પણ બે ગુના નોંધાયા છે.જેના જામીન પર હતો ત્યાં ક્રાઈમે તેની ધરપકડ કરી છે.


ડીગ્રીમાં ચેડા કરી મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ બન્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ કપિલ શર્મા છે.કપિલે પોતાના મિત્રની જ ડીગ્રીમાં ચેડા કરી પોતે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ બની બેઠો હતો.જે અગે ફરિયાદી પંકજ પ્રસુનસિંગને માહીતી મળતા આરટીઆઈના આધારે માહિતી મેળવી કપિલ વિરુધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી એ જણાવ્યુ હતુ કે,આરોપી ફરિયાદીની સાથે તજાકીસ્તાનમાં સાથે નોકરી કરતા હતાં.તે સમયે આરોપીએ નોકરી છોડી અમદાવાદમાં સાથે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરવા માટે ફરિયાદીની ડીગ્રી અને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.જેમા ચેડા કરી તેણે નોકરી મેળવી હોવાનું સામે આવતાં ફરિયાદ નોંધાઈ હતી.

ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી

આરોપી કપિલની ધરપકડ કરી તપાસ કરતા હકિકત સામે આવી કે,આરોપી વિરુધ્ધ અગાઉ વર્ષ 2024માં પણ મધ્ય પ્રદેશના પલાસીયા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના બે ગુના નોધાયા છે.જેમાં તે જામીન પર મુક્ત થયો હતો. ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે.આ સિવાય પણ આરોપી પૂર્વ આઈએએસ સંજય ગુપ્તા કે જે મેટ્રોમાં ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન હતાં.તેમના વહિવટ પણ આરોપી સંડોવાયેલ હોવાની માહીતી સામે આવી હતી.જેમાં આરોપીની પુછપરછ પણ કરવામાં આવી હતી.કારણ કે નીશા ગ્રુપની કંપનીમા આરોપી મેનેજર તરીકે કામ કરતો હતો.ત્યાંજ તેને પ્રમોશન આપી એજીએમ બનાવ્યો હતો. મહત્વનું છે કે ઝડપાયેલ આરોપી અગાઉ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવતો હોવાનુ અને બોગસ દસ્તાવેજ બનાવી ગુના કરવાની ટેવ ધરાવે છે.ક્રાઈમ બ્રાંચે તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે.બીજી તરફ બનાવટી ડોક્યુમેન્ટ ક્યાં અને કોની પાસે બનાવ્યા તેની તપાસ શરુ કરી છે.


  • Follow us on: