અમદાવાદ શહેરની સ્પેશિયલ એસીબી કોર્ટે આજથી 16 વર્ષ જૂના એટલે કે, વર્ષ-2009ના લાંચ કેસમાં લાંચિયા પોલીસકર્મી રાવજી ડાભી નામના પીએસઆઈ સામે ગુનો નોંધાયો હતો તેને ત્રણ વર્ષની કેદની સજા અને 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાવજી ડાભી નામનો પીએસઆઈ કાલુપુર પોલીસ મથકના પાંચકૂવા પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા.
વર્ષ-2009માં અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ મથકના પાંચકૂવા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ રાવજી ડાભીએ ફરિયાદી પાસેથી કેસ રફેદફે કરવા માટે રૂપિયા 15 હજારની લાંચ માગી હતી. જેથી તેઓની સામે ગુનો નોંધાયો હતો.













