અમદાવાદના ચંડોળામાં AMCએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. 85 હજારથી વધુ રહેણાંક-કોમર્શિયલ દબાણો ઉપરાંત 24થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે. કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં 4 હજાર બાંધકામ દૂર કર્યા હતા અને બીજા તબક્કામાં 8 હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે.ડિમોલિશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડુ કરવામાં આવશે.


ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે

અમદાવાદના ચંડોળા તળાવને ડિમોલિશનની કામગીરી બાદ ઊંડુ કરવામાં આવશે. વરસાદના પાણીના સંગ્રહ માટે કોર્પોરેશન દ્વારા તળાવને ઊંડુ કરવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં જે ડિમોલિશન થયું છે તેના કાટમાળને હટાવાઈ રહ્યો છે. 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાઈ રહ્યો છે. રોજનો બે હજાર ટનથી વધુ કાટમાળ હટાવાઈ રહ્યો છે. ચંડોળામાંથી નીકળેલી માટીનો ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે. આ ઉપરાંત તળાવની આસપાસ હવે આગામી દિવસોમાં રેલિંગ નાખવાની કામગીરી શરૂ કરાશે.

કાટમાળને નક્કી કરવામાં આવેલા પ્લોટમાં ઠાલવવામાં આવશે

AMCના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચંડોળામાં તોડેલા દબાણોના કાટમાળને નક્કી કરવામાં આવેલા પ્લોટમાં ઠાલવવામાં આવશે. તળાવની ફરતે 4.30 કિ.મીના પરિધમાં રેલિંગ નાંખવામાં આવશે. દબાણ દરમિયાન જે પુરાણ કરાયું હતું તે દૂર કરીને તળાવને ઊંડુ કરાશે. ચંડોળાના નાના અને મોટા તળાવને એક કરીને તેનું રિડેવલપમેન્ટ કરાશે. આ ઉપરાંત તળાવના અંદરના ભાગને સરખો કર્યા બાદ વરસાદ અને ગટરના ટ્રીટ કરેલા પાણીથી ભરવામાં આવશે.


  • Follow us on: