ભારતભરમાં આજે મેડિકલ પ્રવેશ માટે NEET-UGની પરીક્ષા લેવાશે. જેમાં રાજ્યના 31 શહેરોમાં NEET-UGની પરીક્ષા લેવાશે. ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને આ પરીક્ષા દેશના 552 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાશે. દેશમાંથી NEETની પરીક્ષા માટે 23 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન NEET-UGની પરીક્ષા યોજાશે. જેમાં 1.30 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાશે નહીં.આ વખતે સૌથી વધુ ચૂસ્ત સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ આપવાનું ષડયંત્ર સામે આવ્યું છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પાંચ દલાલોની સંડોવણી હોવાનું ખુલ્યુ છે.


85 વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાનું ષડયંત્ર બહાર આવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ આપવાનું ષડયંત્ર સામે આવ્યું છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પાંચ દલાલોની સંડોવણી હોવાનું ખુલ્યુ છે. રાજકોટમાં ધવલ સંઘવી, સુરતમાં પ્રકાશ તેરૈયા અને અમદાવાદના વિપુલ તેરૈયા અને અપૂર્વ શાહ એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત ઈન્દોરમાં મનજીત જૈન એજન્ટ હોવાની શક્યતાઓ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. પૈસા વસૂલીને વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવાનું ષડયંત્ર ઝડપાયું છે. જેમાં દેશભરના 85 વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાનું ષડયંત્ર બહાર આવ્યું છે.

650થી વધુ માર્કસ આપવાનું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું

વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાના આ ષડયંત્રની તપાસ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે. નીટની પરિક્ષામાં માર્ક્સ આપવા માટે રૂપિયા 75 લાખથી એક કરોડ સુધી વસૂલવામાં આવતા હતાં. પૈસા વસૂલીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવતા હતાં. ગુજરાતના આઠ સહિત દેશભરના 85 વિદ્યાર્થીઓને 650થી વધુ માર્કસ આપવાનું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હતું.


  • Follow us on: