પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કરીને અલગ રહેતા યુવક અને યુવતીના અપહરણની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી એક ઘટના અમદાવાદના બગોદરામાં બની છે. પ્રેમ લગ્ન કરીને યુવક અને યુવતી ચાંગોદરમાં રહેતા હતાં. યુવતીના પરિવારે મોરૈયા વિસ્તારમાંથી બંનેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ બગાદરા પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુવક અને યુવતીના અપહરણની ઘટના













