અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આજે રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને પાંચેક દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ હવે અરબ સાગરમાં સર્જાયેલુ ડિપ્રેશન નબળુ પડ્યું છે. રાજ્ય પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે.
રાજ્યના બંદરો પર હાલમાં કોઈ સિગ્નલ જાહેર કરાયુ નથી
અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન નબળુ પડતા હવે તાપમાનમાં વધુ ફેરફાર નહીં થવાની શક્યતાઓ છે. રાજ્યના બંદરો પર હાલમાં કોઈ સિગ્નલ જાહેર કરાયુ નથી. ડિપ્રેશન નબળુ પડતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થવાની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 26 મે દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળે વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે.
આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ વહેલું આવ્યું
આગામી 27થી 28મેના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે જે કેરળમાં સામાન્ય રીતે ચોમાસું 1 જૂને આવતું હોય છે. તેથી આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ વહેલું આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂન આસપાસ પહોંચી શકે છે.