- અનેક વિસ્તારમાં પવન ફૂંકાવાનું શરૂ
- ભારે પવનને લઈ વાહનચાલકોને હાલાકી
- વિઝિબિલિટીમાં ઘટતાં રસ્તા પર હાલાકી વધી
રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે અમદાવાદના શહેરમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ શરૂ થયો છે. બોપલ, રિંગ રોડ વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં અંધારપટ છવાયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે.
વિઝિબિલિટીમાં પણ આવ્યો ઘટાડો
અનેક વિસ્તારમાં પવન ફૂંકાવાનું શરૂઆ વચ્ચે અમદાવાદમાં શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં માધુપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. તેમજ અનેક વિસ્તારમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ શરૂ થયો છે. તેમજ ભારે પવનને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાંનવા વાડજ, મણિનગર, રાણીપ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બાવળા, ધોળકા, ધંધુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ બાવળા ,ધોળકા, ધંધુકા પંથકમાં માવઠાની જોરદાર અસર વાવાઝોડા સાથે પવન અને વરસાદ શરૂ થયો છે.
આજે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાતથી જ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત વીરપુર, જેતપુર અને પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.