- જંગલમાં રસ્તાઓનું ધોવાણ થતાં ચાલવામાં હાલાકી
- રાત્રે 3 વાગ્યાથી વરસાદને લઈ પરિક્રમાથીઓ મુશ્કેલીમાં
- કમોસમી વરસાદના કારણે લીલી પરિક્રમા પૂર્ણ
રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઘણાં વિસ્તારોમાં ભારે પવનની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે જૂનાગઢમાં માવઠાના કારણે પરિક્રમાથીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓનું ધોવાણ થતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ લીલી પરિક્રમાનો આજે ચોથો દિવસ છે. ત્યારે ભારે વરસાદના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જંગલમાં રસ્તાઓનું ધોવાણ થતાં ચાલવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે 3 વાગ્યાથી વરસાદને લઈ પરિક્રમાથીઓ મુશ્કેલી જોવા મળી રહી છે. તેમજ કમોસમી વરસાદના કારણે લીલી પરિક્રમા પૂર્ણ કરવાની સ્થિતિ બની રહી છે.

લીલી પરિક્રમા મૃત્યુ આંક વધ્યો
આ દરમિયાન લીલી પરિક્રમા દરમિયાન મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. જેમાં લીલી પરિક્રમામાં 5 યાત્રીકોના મૃત્યુ થયા છે. જેમાં 11 વર્ષની બાળકીનું દીપડાનાં હુમલાથી મૃત્યુ થયું તો 54 વર્ષીય યાત્રાળુને તબિયત લથડતાં મોત થયું તો 65 વર્ષીય યાત્રાળુને આવ્યો હૃદયરોગનો હુમલો જ્યારે 56 વર્ષીય યાત્રાળુને માથામાં ડાબી આંખ પર પથ્થર વાગતા મૃત્યુ થયું છે. જ્યારે 38 વર્ષીય મહિલા બેભાન થઈને ઢળી પડતાં મોત થયું છે.
નોંધનીય છેકે, હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભવનાથ, મજેવડી ગેટ, કાળવા ચોકમાં વરસાદ જોવા મળ્યો છે. તેમજ જવાહર રોડ સહિત સમગ્ર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પરિક્રમાર્થીઓને કમોસમી વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.