- LD કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં બન્યો બનાવ
- વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યા તે તપાસ શરૂ
- વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી
અમદાવાદમાં હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. શહેરની LD કોલેજની હોસ્ટેલના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા હોસ્ટેલમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. LD કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં આ બનાવ બન્યો છે.
વિદ્યાર્થીએ હાથ અને ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા
વિદ્યાર્થીએ હાથ અને ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા છે અને વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો અને ત્યારબાદ સતત તે ટેન્શનમાં રહેતો હતો, વિદ્યાર્થી પાસેથી સજાના ભાગરૂપે તેનો મોબાઈલ જમા લઈ લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે રહેતા હોય છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ વિદ્યાર્થીની હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા BJ મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના આવી હતી સામે
BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં વિદ્યાર્થી પર રેગીંગ કરવાની ઘટના સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીને ઉંઘવા દેવામાં આવતો નહતો, સતત એક જ કપડા પહેરવા માટે દબાણ કરવામાં આવતુ, 2 વિદ્યાર્થીઓને સિગારેટના ડામ અપાયા હતા. ત્યારે મધ્યપ્રદેશનો એક વિદ્યાર્થી રેગીંગથી કંટાળી અધવચ્ચે અભ્યાસ છોડી પોતાના વતન જતો રહ્યો હતો, ત્યારે અન્ય એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના કોલેજે દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ABVPએ હલ્લાબોલ સાથે ડીનને આવેદનપત્ર આપ્યું હતું.