અમદાવાદમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે, ત્યારે જેમ જેમ વાહનોની માગ વધે છે તેમ તેમ વાહનો માટે ચોઈસ નંબર માટેની માગમાં પણ વધારો થયો છે. અમદાવાદ આરટીઓમાં એક સિરિઝ 2થી અઢી મહિના ચાલે છે. એક સિરિઝમાં 10,000 નંબર હોય છે. ત્યારે વાહન માલિકો વ્યક્તિગત ધાર્મિક સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓ વાહન માટે ચોક્કસ પ્રકારનો નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખે છે.
પસંદગીના નંબર લેવા માટે 870 વાહન માલિકોએ ભાગ લીધો
વર્ષ 2025ની શરૂઆતમાં બહાર પડેલી સિરીઝમાં ચોઈસ નંબરની અધધ માગ જોવા મળી રહી છે. વાહન માલિકો પસંદગીના નંબર માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. પસંદગીના નંબર માટે વાહન માલિકે અરજી કરવાની રહે છે અને જે નંબર માટે અરજી આવ્યા બાદ નંબરની અરજી થાય છે અને સૌથી વધુ રુપિયા આપે તેને નંબર ફાળવવામાં આવે છે. સિરિઝ WW GJ 01ની પુરી થઈ છે. જેમાં પસંદગીના નંબર લેવા માટે 870 વાહન માલિકોએ ભાગ લીધો હતો. પસંદગીના નંબરમાં અમદાવાદ આરટીઓને 1 કરોડ 31 લાખની રૂપિયાની આવક થઈ છે, ત્યારે ગોલ્ડ નંબરની 7 લાખ 30 હજારમાં હરાજી કરવામાં આવી છે.
ટોપ 5 નંબર લાખો રુપિયામાં વેચાયા
0007 નંબર 7 લાખ 30 હજારમાં
9999 નંબર 6 લાખ 30 હજારમાં
0001 નંબર 6 લાખમાં
0009 નંબર 5 લાખ 80 હજાર
0999 નંબર 3 લાખ 20 હજાર
0011 નંબર 1 લાખ 80 હજાર
6000 નંબર 1 લાખ 70 હજારમાં
RTOને 1 કરોડ 31 લાખની રૂપિયાની અધધ આવક થઈ
ઉલ્લેખનીય છે કે વાહનમાલિકો દ્વારા આ પ્રકારે નંબરની ખરીદી કરવામાં આવે છે, જેના કારણે અમદાવાદ આરટીઓને એક જ સિરિઝના પસંદગીના નંબરમાં 1 કરોડ 31 લાખની રૂપિયાની અધધ આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે પસંદગીના નંબર માટે વાહન માલિકો એસેસરિઝ કરતા પણ વધુ રૂપિયા ખર્ચે કરે છે અને પોતાના લક્કી નંબર વાહન માટે લે છે.