અમદાવાદમાં શાહિબાગ સ્થિત રાજસ્થાન સ્કૂલ સામે શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીને એલસી પકડાવનાર રાજસ્થાન સ્કૂલને નોટીસ પાઠવવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સંચાલકોને કારણ દર્શક નોટીસ ફટકારી છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી.


સ્કૂલના સંચાલકોને કારણ દર્શક નોટીસ ફટકારી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શાહિબાગ સ્થિત રાજસ્થાન સ્કૂલ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધી હતી. ત્યાર બાદ વાલીઓએ સ્કૂલ પાસે હોબાળો મચાવ્યો હતો. આ ઘટના અંગે શહેરના શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેથી શિક્ષણ અધિકારીએ વાલીઓની રજૂઆતને પગલે રાજસ્થાન સ્કૂલના સંચાલકોને કારણ દર્શક નોટીસ ફટકારી હતી. ટ

સ્કૂલના સંચાલકો પાસે જવાબ માંગ્યો

જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજસ્થાન સ્કૂલને નોટીસ ફટકાર્યા બાદ કહ્યું હતુ કે, કોઈપણ સ્કૂલ આ પ્રકારે વિદ્યાર્થીઓને એલસી ના પકડાવી શકે. રાજસ્થાન સ્કૂલના સંચાલકો પાસે આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે. જો સ્કૂલ પાસે શિક્ષકોની ઘટ હશે તો પૂર્ણ કરાશે. વાલીઓએ હોબાળો કર્યા બાદ શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા હતાં અને સ્કૂલના સંચાલકો પાસે જવાબ માંગ્યો હતો.


  • Follow us on: