અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. વિદેશથી આવતા લોકો પાસેથી સોના સહિતનો મુદ્દામાલ પકડાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર અમદાવાદ એરપોર્ટ પર એક દાણચોર મહિલા પકડાઈ છે. જેદ્દાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં આ મહિલા 37 લાખનું સોનું લઈને એરપોર્ટ પર ઉતરતાં જ તેને ઝડપી લેવાઈ હતી. એર ઇન્ટેલિજન્સ યુનિટે દાણચોર મહિલાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સોનાની કેપ્શ્યૂલ બનાવીને છુપાવીને લઈ આવતા ઝડપાઈ













