ગુજરાતમાં સોમવારે વાતાવરણમા પલટો આવવાથી ભારે પવન અને કરા સાથે અનેક ઠેકાણે વરસાદ નોંધાયો હતો. પવનને કારણે ઝાડ અને વીજ પોલ પડી જવાના તેમજ મકાન અને દુકાનોના છાપરા ઉડી જવાના અનેક બનાવો સામે આવ્યા હતાં. ત્યારે અમદાવાદમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ ગઈ હતી. સોમવારે ફાયર વિભાગને ઈમર્જન્સીમાં બચાવના 22 કોલ મળ્યા હતાં.
ઈમર્જન્સી બચાવના 22 જેટલા કોલ મળ્યા













