અમદાવાદમાં સતત વધી રહેલી ગરમીને કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા 10 દિવસમાં ઋતુગત બિમારીના 152 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં ઓપીડીમાં કેસનો આંકડો 2100ને પાર કરી ગયો છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 120 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 36 દર્દીઓ અને ડેન્ગ્યૂના 12 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. સોલા સિવિલમાં કમળાના 30 અને હિટ સ્ટ્રોકના રોજના 10 કેસ નોંધાઈ રહ્યાં છે. શહેરમાં વાતાવરણમાં બદલાવ આવતાં ઋતુગત બીમારીમાં વધારો થયો છે.
વાયરલ ઈન્ફેક્શન અને ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો













