અમદાવાદમાં ધૂળેટીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. રેડિયો મિર્ચી દ્વારા ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ધૂળેટી રમવા ઉમટ્યા છે. મન મુકીને અમદાવાદીઓએ રંગોની છોળો સાથે પાણીના ફુવારા ઉડ્યા અને રેઇન ડાન્સ અને મ્યુઝિક સાથે DJના તાલે લોકો ઝૂમતા હતા.
અમદાવાદીઓ કોઇ પણ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે અને જ્યારે તહેવારોની વચ્ચે પડતર દિવસ આવે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવું થઇ જાય છે. પડતર દિવસને પણ તહેવારમાં બદલી નાખે તેવા અમદાવાદીઓએ હોળીના દિવસે ધૂળેટીની ઉજવણી કર્યા બાદ આજે પણ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. હોળીના બીજા દિવસે ધુળેટી હોય તેવું માનનારા વર્ગે ગઈકાલે રંગોત્સવ મનાવ્યો પણ ખરેખર ધુળેટી આજે હોવાથી મોટાભાગના લોકો ધુળેટીનો તહેવાર હાલ માનવી રહ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા તો 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
રેઇન ડાન્સની મોજ માણતા અમદાવાદીઓ
અમદાવાદમાં ધુળેટીને લઈને સેલિબ્રેશનનો માહોલ છે. અમદાવાદીઓ હાલ પુર જોશમાં ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. આજે અમદાવાદમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. આ સાથે શહેરના ક્લબ અને પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રેડિયો મિર્ચી દ્વારા ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધુળેટીનો માહોલ જામ્યો છે. જેમાં અમદાવાદીઓ રેઇન ડાન્સની મોજ માણતા જોવા મળ્યા હતા.
અમદાવાદમાં ધુળેટીની ધામધુમથી ઉજવણી
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ વિવિધ થીમ પર કાર્યક્રમો યોજાયા છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ધુળેટીના દિવસે 150 જેટલી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન, SG હાઈવે વિસ્તારના પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કરાયું છે. આજે બોડકદેવ પાર્ટી પ્લોટ ખાતે "રંગ દે" થીમ પર ઉજવણી કરાઇ છે. જેમાં DJ અને ઢોલના તાલે રંગબેરંગી રંગો સાથે ધુળેટીની ઉજવણી કરાઈ હતી.