વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 થી 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પોરથી કરજણ વચ્ચે હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.


પોરથી કરજણ વચ્ચે હાઈવે પર અકસ્માત

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ અકસ્માતની ઘટનામાં અનેક લોકો મોતને ભેટે છે તો અનેક લોકોને ઇજાઓ પહોંચતી હોય છે. ઘણા અવા પણ લોકો છે જે રિલ્સમાં વ્યૂહના ચક્કરમાં કાર કે બાઇકમાં સ્ટંટ કરતા હોય છે અને તેમની સામે ફોજદારી ગુનાઓ વધ્યા છે. તો બીજી તરફ નબીરાઓ બેફામ વાહન ચલાવીને લોકોને હેરાન પરેશાન કરતી અનેક ઘટનાઓ બને છે. તેવામાં ધૂળેટીના પર્વ પર વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ, વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પોરથી કરજણ વચ્ચે હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ ખાડામાં ખાબકી હતી. અકસ્માતની ઘટનામાં 3 થી 4 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

નશાની હાલમાં કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત

વડોદરામાં રફ્તારના રાક્ષસનો ફરીથી કહેર સામે આવ્યો છે જેમાં બેફામ SUV કાર ચાલકે ટુ વ્હીલર લઈને જતા દંપતિને અડફેટે લેતા મહિલાનું મોત નિપજયું છે તો અન્ય એક પુરુષ છે જે અત્યંત ગંભીર હાલતમાં છે,તો કાર ચાલકની સાથે રહેલો તેનો મિત્ર કારમાંથી નીકળીને ફરાર થઈ ગયો હતો સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી મેથીપાક ચખાડયો હતો. કારેલી બાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટુ વ્હીલર ચાલક વાહન લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી ફુલ સ્પીડમાં આવેલી કારે વાહન ચાલકને અડફેટે લીધા હતા તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે,કાર ચાલક બહાર ઉતરીને લોકોને સાથે મગજમારી પણ કરતો હોવાની વાત સામે આવી છે,જે સીસીટીવી સામે આવ્યા છે તે જોઈને લાગે છે કે અન્ય જે પુરુષ ઈજાગ્રસ્ત છે તેની હાલત પણ અત્યંત નાજુક છે.

  • Follow us on: