અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચંડોળાના સરોજ નગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યાં છે. અમદાવાદનો ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝુંપડા વેચવામાં આવતા હતાં.
ગેરકાયદે પ્લે ઝોન પણ બનાવી દેવાયા
ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને બે લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતાં. જાવેદ નામનો શખ્સ ઝુંપડા બનાવી આપીને વેચતો હતો. આ વિસ્તારમાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યાં છે. 500 થી 2000 ચો.મી જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા છે. આ ઉપરાંત ગેરકાયદે પ્લે ઝોન પણ બનાવી દેવાયા છે.
ઘૂસણખોરોએ આલિશાન બંગ્લા બનાવી દીધા
સમગ્ર વિસ્તારને બાનમાં લઈને બાંગ્લાદેશી ઘૂસણખોરોએ આલિશાન બંગ્લા બનાવી દીધા છે. એક નજરે તો વિશ્વાસ થાય નહીં તેવું બાંધકામ કરી દેવાયું છે. લલ્લુ બિહારી નામના શખ્સે ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. ઐયાશી માટે કાળી કમાણીથી બંગ્લા અને ફાર્મ હાઉસ બાંધી દેવાયા છે. લલ્લુ બિહારી ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો કરતો હતો. પોલીસ કમિશ્નરે ગઈ કાલે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેઓ પણ આ બંગલા અને ફાર્મ હાઉસ જોઈને અચંબિત થઈ ગયા હતાં. આખરે આ ગેરકાયદે બાંધકામો હવે તોડવામાં આવશે.