કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમણે એક વિવાદિત નિવેદન આપતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે. કથાકારે એક નિવેદનમાં બંધારણ બનાવવા વાળાને મુર્ખ કહ્યાં હતાં. તેમણે એવું પણ કહ્યું હતું કે, સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ.વિવાદ વધતાં કથાકારે માફી માંગી હતી.


કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની પણ ચીમકી

કથાકાર ચંદ્ર ગોવિંદદાસના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. દલિત સમાજના આગેવાનોએ કથાકાર તાત્કાલિક માફી માંગે તેવી માગ કરી છે. તે ઉપરાંત આવા કથાકારો સામે કાર્યવાહી કરવાની પણ માગ કરાઈ છે. જો કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

વિરોધ વધતા કથાકારે માફી માંગી

કથાકારે વીડિયો વાયરલ થયા બાદ તેમના નિવેદન અંગે વિરોધ વધતાં માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, મારા વિશે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. મેં દીકરીઓ પર થતાં અત્યાચાર અંગે કહ્યું હતું. બંધારણના નિર્માતા અંગે વ્યક્તિગત રીતે કશું જ કહ્યું નથી. 

  • Follow us on: