અમદાવાદના ઈન્દિરા બ્રિજ નજીક આવેલા સરદારનગર વિસ્તારમાં આગની ઘટના બની છે. ઈન્દિરા બ્રિજ નજીક આવેલા આત્રેય એપાર્ટમેન્ટમાં ચોથા માળે ભીષણ આગ લાગી છે. એપાર્ટમેન્ટમાં લગાવેલા એસીમાં અચાનક આગ લાગતા આગ પાંચમા માળ સુધી પ્રસરી હતી. આગની ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.


ફ્લેટમાં ફસાયેલા 27 વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ

તમને જણાવી દઈએ કે આગની ઘટનાના કારણે ફ્લેટમાં 27 લોકો ફસાઈ ગયા હતા અને આ ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગભરાઈ ગયેલા લોકોએ ફલેટમાંથી સીધો જ નીચે કુદકા માર્યા છે. 5 વ્યક્તિઓએ જીવ બચાવવા માટે કુદકા માર્યા છે. જો કે ફ્લેટના નીચે ગાદલા મુકીને લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગ્રેડની ટીમ પાણીનો મારો ચલાવ્યો છે. ત્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


  • Follow us on: