અમદાવાદમાં સાબરમતી નદીમાં બે દિવસ પહેલા ન્હાવા પડેલા એક સગીરનું મોત થયું હતું.ચારથી પાંચ સગીરો નદીમાં ન્હાવા માટે ગયા હતાં. જ્યાં અચાનક એક સગીર નદીમાં ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓને થતા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટના બાદ ફરીવાર લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.


લોકો જ નદીમાં જીવના જોખમે ડૂબકી લગાવી રહ્યાં છે

સાબરમતિ નદીમાં એક તરફ શુદ્ધિકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ લોકોની બેદરકારી સામે આવી રહી છે. બે દિવસ અગાઉ જ નદીમાં ચારથી પાંચ સગીરો ન્હાવા માટે પડ્યાં હતાં. જેમાં એક સગીર નદીમાં ઊંડા ખાડામાં ફસાઈ ગયો હતો અને તેમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પણ લોકોની બેદરકારી ઉડીને આંખે વળગે તેમ સામે આવી રહી છે. પોલીસના પેટ્રોલિંગના દાવા વચ્ચે પણ લોકોની ગંભીર નથી. લોકો જ નદીમાં જીવના જોખમે ડૂબકી લગાવી રહ્યાં છે.

પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે લોકો જ બેદરકાર જોવા મળ્યા

સાબરમતી નદીમાં નાના બાળકોથી લઈને મોટા સુધી પાણીમાં ન્હાવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. ફરીવાર કોઈના મોતની ઘટનાનું પુનરાવર્તન થાય તો તેમાં કોઈ નવાઈ નથી. રિવરફ્રન્ટ વોક વે પર પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે લોકો જ બેદરકાર જોવા મળી રહ્યાં છે. નાના બાળકોથી લઈને મોટા લોકો જીવના જોખમે પાણીમાં ડૂબકી લગાવી રહ્યાં છે.


  • Follow us on: