અમદાવાદની વાસણા પોલીસે મારમારીના કેસમાં આરોપીને જેલના સળીયા ગણતો કરી દીધો છે, રીઢો આરોપી વિસ્તારમાં દાદાગીરી કરીને લોકોને હેરાન કરતો હતો અને મારામારી કરતો હતો જેને લઈ પાસા કરી છે, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે કામગીરી કરી છે.


આરોપીને ભુજ જેલમાં મોકલાયો છે

વાસણા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનાઓમા પકડાયેલ આરોપીને આર.એન.પટેલ પોલીસ ઇન્સપેક્ટર નોકરી વાસણા પોલીસ સ્ટેશન નાઓએ આરોપી પ્રશાંત ઉર્ફે જાંબુ સ/ઓ શંકરભાઈ કાળીદાસ ગાયકવાડ ઉ.વ.૨૧ ધંધો-છુટક મજુરી રહે. બી/૧૮, ત્રીજો માળ દેવાસ ફલેટ,જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે,વાસણા અમદાવાદ શહેરમુળ વતન: વડી ગામ તા.જી. પુના મહારાષ્ટ્ર નાઓની વિરુધ્ધમાં ધી ગુજરાત અસામાજીક પ્રવૃતી પ્રતિબંધ ધારા સને ૧૯૮૫ની કલમ ૩(૧) હેઠળ અટકાયતમાં લેવા કમિશનર સમક્ષ પોલીસ સ્ટેશન ખાતેથી દરખાસ્ત ભરી મોકલતા તેઓના પાસા હુકમ ક્રમાંક/પીસીબી/ડીટીએન/પાસા/૪૧૨/૨૦૨૫ તા.૧૫/૦૫/૨૦૨૫ થી પાસા અટકાયત તરીકે ભુજ મધ્યસ્થ જેલ ખાતે રાખવા હુકમ કર્યો છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

(૧) વાસણા પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૧૦૬૬૨૪૦૩૩૨/૨૦૨૪

ધી ઇ.પી.કો. કલમ ૩૦૭,૨૯૪(ખ),૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ (૧)

(૨) વાસણા પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૧૦૬૬૨૪૦૫૦૫/૨૦૨૪

બી.એન.એસ કલમ-૩૨૪,૩૫૧(૨),૨૯૬,૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ

(૩) વાસણા પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૧૦૬૬૨૫૦૦૪૭/૨૦૨૫

બી.એન.એસ કલમ-૧૦૯(૧),૧૧૮(૧), ૨૯૬,૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ

(૪) વાસણા પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૧૦૬૬૨૫૦૦૫૧/૨૦૨૫

બી.એન.એસ કલમ-૧૧૫(૨),૨૯૬,૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ

 

  • Follow us on: