ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરની અધ્ચક્ષતામાં મીટિંગ યોજાઈ હતી. જેમાં શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ મીટિંગમાં સીસીટીવી પ્રોજેક્ટ સહીત તમામ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. આપાતકાલીન સ્થિતીને પહોચી વળવા માટે પોલીસને તૈયાર રહેવા સૂચના અપાઈ છે. શહેર પોલીસ કમિશ્નરે તમામ પીઆઈ અને પોલીસ અધિકારીઓને હોસ્પિટલ અને શેલ્ટર હોમ સાથે સંકલન રાખવા સૂચના અપાઈ છે.
અફવાઓ ફેલાવનાર સામે કાર્યવાહી કરવા આદેશ













