વૈભવી લાઈફ સ્ટાઈલનો ફાંકો ધરાવનાર કુખ્યાત ડોન લલ્લા બિહારી અત્યારે પોલીસના સંકજામાં સપડાયો છે. અમદાવાદમાં લલ્લા બિહારીને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પહલગામ આતંકી ઘટના બાદ ગેરકાયદે ઘૂસણખોરી કરેલા લોકોને ઘરભેગા કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓને ઘૂસાડનાર લલ્લા બિહારી નામના બની બેઠેલા ડોનની પોલીસે અટકાયત કરી હતી. જેના બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 14 દિવસના રીમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે હાલમાં ડોન લલ્લા બિહારીના 6 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા.


સરકારી વકીલની દલીલ

રિમાન્ડની તરફેણમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે લલ્લા પઠાણ એક કુખ્યાત ગુનેગાર છે. તેણે ચંડોળવામાં ઘૂસણખોરોનું મોટું નેટવર્ક ઉભું કરી અનેક ગેરકાયદે કામોને અંજામ આપ્યો છે એટલે બની બેઠેલા ડોનની ઉંડાણપૂર્વક તપાસ કરવા 14 દિવસના રિમાન્ડ જરૂરી છે. પિતા-પુત્રના જોઇન્ટ ઇન્ટ્રોગેશન માટે રિમાન્ડ માગવામાં આવે છે. આરોપીના ઘરમાંથી 9 લાખ કિમંતનું સોનું અને રોકડ મળી છે. જ્યારે રિમાન્ડની વિરુદ્ધમાં બચાવ પક્ષની કોર્ટમાં દલીલ કરી હતી કે અમુક અમુદ્દાઓ બાદ કરતાં તપાસ માટે આરોપીની હાજરી જરૂરી નથી આવક અંગેના હિસાબો તપાસ એજન્સીને મળ્યા છે તેઓ હિસાબના આધારે તપાસ કરી શકે છે. આ બાબતે પૂછપરછ માટે આરોપીની હાજરી જરૂરી નથી.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસની મોટી સફળતા

શહેરમાં ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીને પગલે ચંડોળા તળાવ વિસ્તારમાંથી અંદાજે 900 જેટલા બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓએ ચંડોળા તળાવ અને તેના આસપાસના વિસ્તારમાં ગેરકાયદે કબ્જો કર્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાનું મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીના પગલે ચંડોળા તળાવનો ડોન લલ્લા બિહારી ફરાર થઈ ગયો હતો. એકબાજુ ચંડોળા તળાવ પર ડીમોલિશન કાર્યવાહી ચાલુ કરવામાં આવી અને બીજી બાજુ ફરાર ડોનને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. આખરે પોલીસને સફળતા મળી.

લલ્લા બિહારીને શોધવ સર્ચ ઓપરેશન

ક્રાઇમ બ્રાન્ચે ગત 2મેના રોજ લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ફરાર લલ્લા બિહારીને શોધવા સઘન ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રાઈમ બ્રાંચે મહત્વની કુલ 5 જગ્યાઓ પર તપાસ કરી હતી. આ તપાસમાં તેમને ફરાર લલ્લાનું પગેરું મળ્યું. ખાસ કરીને લલ્લા બિહારીની ચાર પત્નીઓના ઘરે ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધરતા દસ્તાવેજ, બિલ બુક સહિત 4 બેગ ભરી પુરાવા કબજે કર્યા. ચંડોળાના ડોન લલ્લા બિહારી સામે અનેક ગુનાઓ નોંધાયા છે. લલ્લા બિહારીએ જ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું નેટવર્ક ઉભુ કર્યું હતું. લલ્લા બિહારી ચંડોળામાં ઘૂસણખોરો પાસેથી લાખો રુપિયા લઇને જગ્યા આપતો હતો.


  • Follow us on: