અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં એક લંપટ સ્પોર્ટ્સ ટીચર સામે ફરિયાદ નોંધાઈ છે, આ લંપટ સ્પોર્ટ્સ કોચે ધોરણ 9માં ભણતી સગીર દિકરીને યેનકેન પ્રકારે છેલ્લા શારીરિક અડપલા કરતો હતો જેના આધારે ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લાગે તેવુ કામ કર્યુ
પોલીસની ગીરફ્તમાં ઉભેલો આ આરોપી છે લંપટ શિક્ષક યશ વાઘેલા, જેણે ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લાગે તેવુ કામ કર્યુ છે જેના કારણે હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે, યશ વાઘેલા છેલ્લા કેટલાય સમયથી કબડ્ડીના ખાનગી કોચ તરીકે અલગ અલગ જગ્યાએ ફરજ નિભાવે છે, આ દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરતી ફરિયાદી સગીરા કબડ્ડીના કોચિંગ માટે તેના સંપર્કમાં આવી હતી, જેને આરોપીએ કોચિંગ આપવાનું તો શરુ કર્યુ પણ તેની દાનત બગડતા ફરિયાદી સગીરાને અલગ અલગ બહાને બ્લેકમેઈલ કરી તેની સાથે શારીરિક અડપલા કરતો હતો.
સગીરા જ્યારે કપડા બદલતી હતી ત્યારે તેનો વિડિયો ઉતારી લીધો
સગીરા જ્યારે લંપટ કોચ સાથે કોચિંગ મેળવવા જતી હતી ત્યારે લંપટ કોચની દાનત બગડતા તેણે સગીરા જ્યારે કપડા બદલતી હતી ત્યારે તેનો વીડિયો ઉતારી લીધો હતો, આ સિવાય ફિટનેસ સર્ટી મેળવવા માટે સગીરાના કપડા ઉતરાવીને તેનો વિડિયો ઉતાર્યો હતો આ વિડિયો આધારે સગીરાને બ્લેકમેઈલ કરી અવારનવાર તેને ઘરે તેમજ હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કરતો હતો, લંપટ કોચની અઘટિત માંગણીથી આખરે કંટાળીને સગીરાએ તેના માતા-પિતાને કોચને આ હરકત વિશે જાણ કરતા સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે સરખેજ પોલીસે આરોપી લંપટ કોચ યશની ધરપકડ કરી છે.
આરોપીના લગ્ન થઈ ગયા છે પણ કરતો આવા કાળા કામ
આ લંપટ કોચ વિવાહિત હોવા છતાં સગીરા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હતો. સગીરા યુવતી જ્યારે લંપટ કોચને તાબે ન થતી ત્યારે આ કોચ સગીરાને સ્પોર્ટ્સ કીટ અપાવવા તેમજ ટુર્નામેન્ટ માટે ફોર્મ ભરવા જવાનું કહીને ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો, જો કે હાલ તો સરખેજ પોલીસે આરોપી કોચની ધરપકડ કરીને મેડિકલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે સાથે જ આરોપીએ ભૂતકાળમાં આરોપીએ આ પ્રકારનું કૃત્ય અન્ય કોઈ ખેલાડી સાથે કર્યુ છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.