અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. અહીં નાના મોટા દબાણો તોડવામાં આવ્યા છે. તંત્રએ ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની નોટીસો આપતા સોમવારે મોડી રાત સુધી લોકોએ મકાનો ખાલી કર્યા હતાં. મોડી રાતથી જ દબાણો હટાવવા માટે જેસીબી સહિતના મશીનો પહોંચી ગયા હતાં.
2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે













