અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર સાલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે કાર્યક્રમ યોજાયો. આજે રાષ્ટ્રીય સ્તરે સ્વામિત્વ યોજના હેઠળ કાર્ડનું વિતરણ કરાશે.આ કાર્યક્રમાં કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાએ સંબોધન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના માણસોની ચિંતા કરી છે.સ્વામિત્વ કાર્ડ યોજના લાભાર્થીઓને સુવિધા સાથે અધિકાર પણ આપશે. ગુજરાતમાં 12 લાખથી વધુ પ્રોપર્ટી કાડ તૈયાર થયા.રાષ્ટ્રીય સ્તરે પણ આ યોજનાનો સમાવેશ કરાશે.
પ્રોપર્ટી કાર્ડનું વિતરણ
સ્વામિત્વ કાર્ડ યોજના હેઠળ કાર્ડ ગુજરાતના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાશે. ગુજરાત સ્વામિત્વ કાર્ડની કામગીરીમાં દેશમાં બીજા ક્રમે છે. 50 હજાર ગામોમાં 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું. 20 જિલ્લાના 64029 લોકોને સ્વામિત્વ કાર્ડ આપવામાં આવશે.ગુજરાતના 33 જિલ્લાના 13831 ગામોમાં ડ્રોન દ્વારા માપણી ની કામગીરી પૂર્ણ કરાઈ. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 12 લાખ 23 હજાર 451 કાર્ડ તૈયાર કરાયા છે.
પીએમ મોદીએ હંમેશા ગરિબોની ચિંતા કરી
વધુમાં જે.પી.નડ્ડાએ પોતાના સંબોધન માહિતી આપતાં જણાવ્યું કે પીએમ મોદીએ હંમેશા ગરિબોની ચિંતા કરી છે. PMના નેતૃત્વમાં સામાન્ય માણસનો પણ વિકાસ થયો. કોઈપણ સરકારી યોજનામાં તમામ લોકો કેન્દ્ર સ્થાને હોય છે. ગામડાઓ સુધી સરકારે યોજના પંહોચાડી છે. સંપત્તિનો રેકોર્ડ હોય તો જ સંપત્તિ પર અધિકાર કરી શકાશે તેમ જે.પી.નડ્ડાએ જણાવ્યું.ટેકનોલોજીનો ઉપયોગ જનહિતના કામોમાં કરાયો છે.
સાયન્સ સિટી ખાતે યોજાયેલ સ્વામિત્વ યોજના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા.
વિશ્વમાં પ્રોપર્ટી રાઈટ એ સૌથી મોટો મુદ્દો: PM મોદી
PM મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે 5 વર્ષ પહેલાં સ્વામિત્વ યોજના ચાલુ કરવામાં આવી હતી. પહેલાની સરકારો એ કામ કર્યું હોત તો સારું હતું પણ કોઈ કામ થયું નહિ એટલે 2014 માં અમારી સરકાર બની અને સ્વામિત્વ યોજના શરૂ કરી.આ યોજનાનાં અલગ અલગ રાજ્યોમાં નામ અલગ અલગ છે, પણ આ સ્વામિત્વ કાર્ડ યોજના જ છે. ડ્રોનની મદદ લઈ દરેક ગામમાં જમીન અને ઘરનાં મેપિંગ માટે નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં દોઢ કરોડ લોક ને સ્વામિત્વ કાર્ડ અપાયા છે. આજે 65 લાખ લોકો ને સ્વામિત્વ કાર્ડ મળશે.
વિશ્વમાં પ્રોપર્ટી રાઈટ એ સૌથી મોટો મુદ્દો છે. સંયુક્ત રાષ્ટ્ર એ સરવે કર્યો જેમાં એ વાત સામે આવી હતી કે મોટા ભાગના લોકો પાસે પ્રોપર્ટીનાં સરકારી દસ્તાવેજ નથી. આ સમસ્યાથી ભારત પણ બાકાત નહોતું. ગ્રામીણ વિસ્તારના લોકો અને ગરીબ લોકો પણ પ્રોપર્ટીનાં બદલામાં લેન દેન નથી કરી શકતા. ઘણી જગ્યા પર દબંગ લોકો ઘર પર કબજો કરી લેતા હતા. લાખો લાખ કરોડની સંપતિ હોવા છતાં તેની કિંમત નહોતી કેમ કે તેમની પાસે દસ્તાવેજ નહોતા.આ કાર્ડ વિતરણ હેઠળ ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાના ઘરના કાયદેસર માન્યતા આપવામાં આવે છે. અત્યાર સુધી કુલ 2.25 કરોડ લોકોને પોતાના મકાનનો અધિકાર મળ્યો છે. જેની પાસે જમીનથી જોડાયેલા પત્રો આવી ગયા છે તેને અનેક લાભ મળવાના છે.
આજે અનેક લોકોને યોજનાનો લાભ મળી રહ્યો છે ત્યારે ગરીબો માટે કામ કરવાનો સંતોષ મળી રહ્યો છે. જે ઉત્સાહ સાથે તમામ જોડાયા તેના માટે અભિનદન આપુ છું.