અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા. વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને કોર્ટમાં રજૂ કરતી વખતે ત્યાં હાજર લોકોએ પોલીસની કામગીરીની પ્રસંશા કરતા નારા લગાવ્યા. આજે વસ્ત્રાલમાં ફિલ્મ પુષ્પાની જેમ હિરોગીરી કરનાર ગુંડાતત્ત્વોને પોલીસ વાનમાં મેટ્રો કોર્ટમાં લઈ જવામાં આવ્યા. ત્યારે પોલીસ વાનથી બહાર હિરોગીરી કરનાર અસમાજિક તત્વોને બહાર લવાયા ત્યારે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા. 


આંતક મચાવનાર અસમાજિક તત્ત્વો કોર્ટમાં રજૂ

વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસમાં પોલીસે કુલ 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને તેમાંથી 13 આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવી ભય ફેલાવવાને લઈને તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેના બાદ આજે કોર્ટમાં રજૂ કરી તેમની સામે કેસ ચાલશે. આ ઘટનાના મુખ્ય બે આરોપી પંકજ ભાવસાર અને ગોવિંદ ચૌહાણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે મુખ્ય આરોપીઓને શોધવા પોતાના બાતમીદારોને સક્રિય કર્યા છે. 

પોલીસે સરઘસ કાઢી નબીરાઓને લીધા બાનમાં

ઉલ્લેખનીય છે કે હોળીના દિવસે અમદાવાદના વસ્ત્રાલમાં નબીરાઓ બેફામ બન્યા હતા. પુષ્પા ફિલ્મની જેમ આ નબીરાઓ પણ હિરોગીરી કરી વસ્ત્રાલમાં ખુલ્લેઆમ હાથમાં તલવાર અને ચપ્પુ જેવા હથિયાર લઈ રોડને બાનમાં લીધો હતો. આ લુખાતત્ત્વોના આતંકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાયદાનું ભાન કરાવવા તમામ નબીરાઓનું જાહેરમાં સરઘસ કાઢયું હતું. અને તેના બાદ અન્ય લોકો પણ આવી લુખ્ખાગીરી અને હિરોગીર ના કરે માટે પાઠ ભણાવવા આરોપીઓના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસ

વસ્ત્રાલમાં આતંક મચાવવાની ઘટનામાં 13 આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસની સરાહનીય કામગીરીને લઈને લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના ના નારા લગાવ્યા. ગુજરાત પોલીસની લુખાતત્ત્વો સામે ત્વરિત અને કડક કામગીરીથી અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો.  ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હવે ગુનેગારોને નાથવા મોટા પગલા લેવાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત પોલીસે લતીફ જેવા ડોનને ઝડપી પાડ્યો હતો. તેમજ શહેરમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ તેમજ ગાંધીનગરના અક્ષરધામ પર કરાયેલ આતંકી હુમલામાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.  અનેક વખત મોટા ગુનાઓ અને ષડયંત્રનો ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યા હોવાના કિસ્સા સમાચારમાં સામે આવતા હોય છે. તેમજ પોલીસની શી ટીમ તહેવારમાં મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપતા આવરા તત્વોને ઝડપી પાડે છે.

  • Follow us on: